VIDEO: ડાંગ આહવા સબ જેલમાંથી ફરાર હત્યાનો આરોપી મહારાષ્ટ્રના નાસિકથી ઝડપાયો
સોર્સ : gstv
ડાંગ જિલ્લાની આહવા સબ જેલમાંથી પત્નીની હત્યાના ગુનામાં કસ્ટડી દરમિયાન ફરાર થઈ ગયેલા આરોપી વિજય ધુમને મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩માં પત્નીની હત્યાના કેસમાં પકડાયેલા વઘઈ તાલુકાના નાની દાઢબર ગામનો આ આરોપી ગત જૂન મહિનામાં જેલના કર્મચારીઓને ધક્કો આપી જંગલના રસ્તે નાસી છૂટ્યો હતો...નાસિક જિલ્લાના શિરસગાંવ વિસ્તારમાં નામ અને દેખાવ બદલીને દ્રાક્ષ અને દાડમની વાડીમાં મજૂરી કામ કરતા આ આરોપીને પકડવા ડાંગ એલસીબીની ટીમે બાતમીના આધારે સતત વોચ ગોઠવી હતી. પોલીસે તેને દબૂચી લઈને વધુ કાયદેસરની કાર્યવાહી અર્થે આહવા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે....

