Daman / ગણેશ વિસર્જન દરમિયાન ફસાયેલા યુવાનને માછીમારોએ હેમખેમ બચાવ્યો

દમણના દરિયા કિનારે આવેલી જેટી કિનારે આજે મંગળવારે દોઢ દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન વેળા એક મોટી દુર્ઘટના ટળી હતી. એક યુવાન દરિયા પડતા પાણીમાં ડૂબવા લાગતા માછીમારોએ સર્તકતા દાખવી યુવાનને મોતના મુખમાંથી બચાવી લીધો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર દમણના જેટી પર આજે મંગળવારે દોઢ દિવસના શ્રીજીની પ્રતિમાનું આસ્થાપૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. તે વેળા એક યુવાન અચાનક દરિયામાં પડયો હતો. પાણીના પ્રચંડ વહેણમાં યુવાન તણાઈને ડૂબવા લાગ્યો હતો. કિનારે હાજર સ્થાનિક માછીમારોએ યુવાનને બચાવવા બોટની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. જો કે આ ઘટનાને પગલે દરિયા કિનારે ભારે અફરાતફરી મચી ગઈ હતી. માછીમારોએ યુવાનને મોતના મુખમાંથી હેમખેમ બચાવી કિનારે લાવ્યા હતા. યુવાનનું રેસ્ક્યૂ કરાયા બાદ પોલીસ મથકે લઇ જવાયો હતો. આ યુવાન નદીમાં અકસ્માતે પગ લપસતા પડયો હતો કે પછી આ ઘટના પાછળ કોઇ અન્ય કારણ છે તૈ અંગેહાલ રહસ્ય અકબંધ રહ્યું છે. પોલીસે તપાસ આદરી છે.

