VIDEO : દીવના ઘોઘલામાં કાળમુખો અકસ્માત, ટ્રક અને ઈકો કાર વચ્ચેની ભયાનક ટક્કરમાં પિતા-પુત્રના કરુણ મોત
સોર્સ : gstv
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલામાં ઈકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં પિતા-પુત્રના કરુણ મોત નીપજ્યા છે. માતાના મઢે દર્શન કરીને પરત ફરી રહેલા આ પરિવારને કાળ આંબી ગયો હતો, જેમાં અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી ઘોઘલા સહિત સમગ્ર દીવ પંથકમાં શોકની લહેર વ્યાપી ગઈ છે અને ચારેતરફ ગમગીનીનો માહોલ છવાયો છે.

