VIDEO: દાહોદના જાલત ગામે કમોસમી વરસાદમાં નુકસાન અંગે તંત્રએ સરવે હાથ ધર્યો
\VIDEO: ગુજરાતમાં છેલ્લા પાંચથી છ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં ઉદભવેલા ડ્રિપેશનને પગલે રાજ્યમાં કમોસી વરસાદ ખાબકી રહ્યો છે. જેથી દાહોદ જિલ્લામાં માવઠામાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે. વહીવટી તંત્ર અને ખેતીવાડીના અધિકારીની ટીમ દાહોદ જિલ્લાના જાલત ગામે ખેતીના નુકસાન અંગેનો સરવે હાથ ધર્યો હતો. જાલત ગામના જુદાજુદા વિસ્તારમાં સઘન સરવે હાથ ધરાયો હતો. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં તંત્રની 77 જેટલી ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરી રહી છે.
દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. જેથી રાજ્ય સરકારના આદેશ બાદ તંત્રની ટીમે તાબડતોબ સરવે હાથ ધરવાની કામગીરી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના તાલુકાઓમાં ખેતીવાડી, વહીવટી ટીમ દ્વારા ખેતી પાક, મકાનો અને અન્ય નુકસાન અંગે સરવેની કામગીરી હાથ ધરી રહી છે. કમોસમી વરસાદમાં જિલ્લામાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. કૃષિ પ્રગતિ એપ તેમજ ઓફલાઈન ખેડૂતો જાતે પણ ફોટો અપલોડ કરવાની જોગવાઈ છે. જેથી ખેડૂતો પણ પોતાને થયેલા નુકસાન અંગે સરવે હાથ ધરી સરકારને વિગતો મોકલી શકે છે. આ માટે મોબાઈલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરી ખેતરના ફોટા, વીડિયો મોકલી શકે છે.

