Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Two minor sisters drown in Jhalod's Ramsagar lake, family mourns

ઝાલોદના રામસાગર તળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનોનાં મોત, પરિવારમાં શોક

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ઝાલોદના રામસાગર તળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનોનાં મોત, પરિવારમાં શોક
સોર્સ : gstv

દાહોદ જિલ્લાના ઝાલોદમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઝાલોદના ટીંબા વિસ્તારમાં આવેલા રામસાગર તળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનોનાં મોત નિપજ્યાં છે. મૃતક બહેનોની ઓળખ રાધિકાબેન ભાવસિંગભાઈ માલા (ઉંમર 14 વર્ષ) અને નંદનીબેન ભાવસિંગભાઈ માલા (ઉંમર 7 વર્ષ) તરીકે થઈ છે.

પરિવારજનોમાં શોકનો માહોલ

App Store

પ્રાપ્ત વિગતો મુજબ, બંને બહેનો રામસાગર તળાવ પાસે હતી, ત્યારે પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઝાલોદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી બંને સગીરાઓના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એકસાથે બે દીકરીઓના મોતથી માલા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.