VIDEO: ઝાલોદના પૂર્વ ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા સામે સરકારની કડક કાર્યવાહી, ફરજિયાત નિવૃત્ત કર્યા
સોર્સ : gstv
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે કડક કાર્યવાહી કરતા ઝાલોદ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાને ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી ફરજિયાત વહેલી નિવૃત્તિ આપી મુક્ત કર્યા છે. ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ-2002ના નિયમ 10(4) હેઠળ કરાયેલી આ કાર્યવાહીમાં તેમને નોટિસ પિરિયડના બદલે ત્રણ મહિનાના પગાર-ભથ્થાં ચૂકવાશે. ઝાલોદમાં ફરજ દરમિયાન અનેક વિવાદોમાં ઘેરાયેલા ગણાત્રા સામે 4 એપ્રિલ 2025થી શરૂ થયેલી વિભાગીય તપાસ નિવૃત્તિ બાદ પણ યથાવત રહેશે. ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે સરકારના આ કડક પગલાંથી વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

