VIDEO: ભારે વરસાદની આગાહીને પગલે દાહોદ જિલ્લામાં શાળા-કોલેજોમાં બે દિવસની જાહેર રજા
સોર્સ : gstv
દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટરે મહત્વનો આદેશ જાહેર કર્યો છે. તેના અનુસાર જિલ્લાના તમામ ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ, કોલેજો તેમજ આંગણવાડી કેન્દ્રોમાં તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે તમામ શૈક્ષણિક સંસ્થાઓને સત્તાવાર પત્ર મોકલી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRFની ટીમોને પણ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. સાથે જ લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

