VIDEO: ખાનગી શાળાને સરકારી સાહિત્ય પહોંચાડવાના મામલે કાર્યવાહી
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના ફતેપુરાની ‘ટચ ધ લાઇટ’ ખાનગી શાળામાં સરકારી સાહિત્ય મળવાના પ્રકરણમાં શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. સલરા ક્લસ્ટરના CRC કો-ઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાય દ્વારા ખાનગી શાળામાં સરકારી સ્માર્ટ બોર્ડ, નિપુણ ભારત અને SSAની કિટો પહોંચાડવામાં આવી હોવાનો તપાસ અહેવાલમાં ઉલ્લેખ છે. ત્રણ તાલુકાના TPOના સંયુક્ત તપાસ અહેવાલમાં પૂર્વી ઉપાધ્યાયની ગંભીર નિષ્કાળજી સામે આવી હોવાનું જણાવાયું છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની CRC કો-ઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુક્તિ શિક્ષાત્મક રીતે રદ કરી મૂળ શાળામાં પરત મોકલવાનો આદેશ કર્યો છે. સમગ્ર મામલે સંડોવાયેલા શિક્ષકોની તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ અન્ય દોષિત કર્મચારીઓ સામે પણ સસ્પેન્શન સહિતની કાર્યવાહી થઈ શકે છે.

