VIDEO: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ એક્શનમાં ગરબાડા પોલીસ: દેશી દારૂની 5 ભઠ્ઠીઓ કરી નષ્ટ
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ દાહોદ જિલ્લાની ગરબાડા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ગેરકાયદેસર દારૂના કારોબાર સામે 'મેગા ક્રેકડાઉન' શરૂ કરીને ટેકરા, ગાંગરડી બજાર અને પાટાડુંગરી સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દેશી દારૂની 5 ભઠ્ઠીઓ નષ્ટ કરવામાં આવી હતી તેમજ દારૂ બનાવવાનો સામગ્રી, લહાણ અને વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસના આ અચાનક સપાટાથી સ્થાનિક બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને અનેક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

