Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Controversy erupts in Koli community program

Dahod: કોળી સમાજના કાર્યક્રમમાં સર્જાયો વિવાદ, પૂર્વ મંત્રી બચુ ખાબડને સભા સંબોધવા ન મળતા થયા લાલઘુમ

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દાહોદના દેવગઢ બારિયામાં કોળી સમાજના એક કાર્યક્રમ દરમિયાન વિવાદ સર્જાયો. દેવગઢ બારિયામાં ભગવાન શ્રી માધાતા જીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી, જેમાં ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ સ્થાપન વિધિ દરમિયાન પૂર્વ મંત્રી બચુ ખાબડે સ્ટેજ પર આવીને કોણ સ્પીચ કરી રહ્યો છે તે પૂછતાં વિવાદ સર્જાયો હતો. રાજકીય કાર્યક્રમ ન હોવા છતાં, તેમણે સભા સંબોધવા ન મળતા મેળો ખોલાય જશેની ચીમકી આપી હતી. ઘટના દરમિયાન સમાજના આગેવાનો અને પૂર્વ મંત્રીના સમર્થકો પણ હાજર રહ્યા, પરંતુ પોલીસે હસ્તક્ષેપ કરીને મામલો કાબૂમાં કર્યો. પૂર્વ મંત્રી ઉત્સવની વિધિમાંથી દૂર રહ્યા, જેના પગલે સ્થાનિક કોળી સમાજમાં ધારાસભ્યની અવગણનાને લઈ ચર્ચાઓ સર્જાઈ. વિવાદનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

App Store