Dahod news: દારૂની હેરાફેરી મામલે ત્રણેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ, SPએ લીધા તાત્કાલિક અસરે લીધા પગલાં
દાહોદ જિલ્લાના ચાકલીયામાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરી મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ચાકલીયા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લા પોલીસ વડાએ હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અને મોહન તાવિયાડને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ ત્રણેય કર્મચારીઓ દારૂની હેરાફેરીના કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો
દાહોદના ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીઓ દારૂની હેરફેર કરવાના ગુનામાં સંડોવણી નીકળતા પોલીસબેડામાં જ ખળભળાટ મચ્યો હતો. દાહોદના ચાકલીયામાં દારૃની હેરાફેરીના 3 પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
LCB પોલીસે ત્રણ કોન્સ્ટેબલ વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ
ચાકલીયા,ઝાલોદ અને LCB પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક કારમાં દારૂ ભરીને ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે અને તેની સાથે અન્ય એક કાર છે. બાતમી મળતાની સાથે જ LCBની ટીમે કારનો પીછો કર્યો હતો. LCBએ પીછો કરતા દારૂ ભરેલી કાર મૂકીને પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા.મળતા અહેવાલ પ્રમાણે એક કાર પાયલોટિંગ કરી રહી હતી. હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અલ્ટો ગાડીમાં પાયલોટીંગ કરી રહ્યા હતા અને હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો.
દારૂ ભરીને લીમડી તરફ આવી રહ્યા હતા
GJ.35.N.8922 નંબરની ટાટા પંચ કારમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને લીમડી તરફ આવી રહ્યો હતો. તેમજ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન સનુભાઈ ભુરીયા તેમજ કોન્સ્ટેબલ પ્રકાશ સબુર હઠીલા Gj.20.CA.8956 નંબરની મારુતિ અલ્ટો ગાડીમાં આગળ પાયલોટિંગ કરી રહ્યા હતા.
LCBને જોઈને દારૂ ભરેલી કાર મૂકીને ત્રણેય પોલીસ કર્મચારીઓ ફરાર
LCBને જોઈને દારૂ ભરેલી કાર મૂકીને ત્રણેય પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસ કારની તપાસ કરી હતી, તપાસ દરમિયાન કુલ 66,646 રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી કુલ 5,66,646 રૂપિયાનો મુદામાલ ઝડપી પાડયો

