VIDEO: દાહોદ જિલ્લામાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં ચેકિંગનો ધમધમાટ
સોર્સ : gstv
દાહોદના લીમખેડા, દુધીયા અને બાંડીબારમાં મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે લાલ આંખ કરીને આકસ્મિક તપાસ હાથ ધરી છે. નગર અને ગ્રામ્ય વિસ્તારની હોટલો, નાસ્તાની દુકાનો તથા ડેરીઓમાંથી શંકાસ્પદ મીઠાઈઓ અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક કલરવાળી સેવનો સ્થળ પર જ નાશ કરાયો હતો. તેમજ નાસ્તામાં બળેલા તેલનો ઉપયોગ કરતા અને મિલાવટી પેંડા-ફરસાણ વેચતા વેપારીઓને કડક નોટિસ ફટકારાતાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકોને અશુદ્ધ ખોરાક ખવડાવી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

