VIDEO: દાહોદ પોલીસ મથકના લોકઅપમાંથી આરોપી ફરાર, બેદરકારી બદલ PSO-કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સોર્સ : gstv
દાહોદ ટાઉન પોલીસના લોકઅપમાંથી ગાડીઓની છેતરપિંડીના આરોપમાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. છાતીમાં દુખાવો હોવાનું જણાવતાં આરોપીને હોસ્પિટલ લઈ જવા માટે લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, જે દરમિયાન તે પોલીસની નજર ચૂકવી પલાયન કરી ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ વધુ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બેદરકારી બદલ PSO સહિત એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરાર આરોપીને ઝડપી પાડવા LCB અને SOGની ટીમોએ શોધખોળ તેજ કરી છે.

