Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Bogus attendance despite zero students at Salra school in Fatehpura: Education Department's show cause notice

VIDEO: ફતેપુરાની સલરા શાળામાં શૂન્ય વિદ્યાર્થીઓ છતાં બોગસ હાજરી: શિક્ષણ વિભાગની કારણ દર્શક નોટિસ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાહોદના ફતેપુરા તાલુકામાં આવેલી સલરા ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે.કાગળ પર ૧૩૬ જેટલા વિદ્યાર્થીઓનું નામાંકન દર્શાવવામાં આવ્યું હોવા છતાં, શાળામાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ માટે આવતો ન હોવાનો ખુલાસો થયો છે. સ્થળ પર શૂન્ય વિદ્યાર્થીઓ હોવા છતાં આચાર્ય સહિત ચાર શિક્ષકો નિયમિત પગાર મેળવીને ફરજ બજાવી રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની સરપ્રાઈઝ તપાસ દરમિયાન શાળા તંત્ર દ્વારા નજીકની બટકવાડા શાળામાંથી ૨૭ વિદ્યાર્થીઓને લાવીને બોગસ હાજરી દર્શાવવામાં આવી રહી હોવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું હતું. આ ગંભીર બેદરકારી સામે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રિન્સિપાલ, શાળા સંચાલકો અને સ્ટાફ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store