VIDEO: દાહોદ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં ૧૮ વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનું કરુણ મોત
સોર્સ : gstv
દાહોદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં ૧૮ વર્ષીય આશાસ્પદ યુવકનું કરુણ મોત નિપજ્યું છે. મુંબઈથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં આ દુઃખદ ઘટના બની હતી. મૃતક યુવક આશિષ કટારા લીમખેડાના હથિયાવન ગામનો વતની હતો અને વડોદરા ખાતે નર્સિંગનો અભ્યાસ કરતો હતો. તેની પાસે છાયાપુરીથી લીમખેડા સુધીની ટિકિટ હતી, પરંતુ ટ્રેન લીમખેડા ન રોકાતાં તે દાહોદ પહોંચ્યો હતો. પ્લેટફોર્મ નંબર ૩ પર ધીમી ગતિએ ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતાં યુવકનો પગ લપસી ગયો હતો અને તે સીધો ટ્રેનના પૈડાં નીચે આવી જતાં કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

