Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Commentary of the Supreme Court on the Implementation of the Three Language in Standard 6

VIDEO: ધોરણ 6માં ત્રણ ભાષાના અમલ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

CBSE સ્કૂલોમાં થ્રી-લેંગ્વેજ પોલિસીના અમલને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. કોર્ટે ધોરણ 6ના વિદ્યાર્થીઓ પર અચાનક ત્રીજી ભાષાનો બોજ ન નાખતા નિયમ આગામી વર્ષથી લાગુ કરવાની સૂચના આપી હતી. સુનાવણી દરમિયાન CBSE તરફથી ASG ઐશ્વર્યા ભાટીએ નીતિના અમલ સાથે જોડાયેલી વ્યવહારુ સમસ્યાઓ ઉકેલવા વિશેષ સમિતિ બનાવાઈ હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર તરફથી દલીલ કરવામાં આવી કે ધોરણ 7થી 10ના વિદ્યાર્થીઓને પહેલેથી જ છૂટછાટ અપાઈ છે, જ્યારે ધોરણ 6ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારી માટે અત્યારથી તૈયાર કરવાના છે. જોકે જસ્ટિસ બાગચીએ ધોરણ 6ના વિદ્યાર્થીઓને પણ રાહત આપવા અંગે સવાલ ઉઠાવ્યો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News