Gujarat: આવનારા દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
સોર્સ : GSTV
ગુજરાતમાં હવામનને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કડકડતી ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 12 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી વાતાવરણ સુકુ રહેશે. બપોરે ગરમી રહેશે, જ્યારે રાત્રે ઠંડક રહેશે. મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી રહેશે. ત્યારે હાલમાં સૌથી ઓછુ તાપમાન 12.13 ડિગ્રી દાહોદમાં નોંધાયુ છે જે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.
ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા તાપમાનમાં વધઘટ ચાલુ થઈ છે. ત્યારે રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીનું જોર ધીમે ધીમે વધશે. આવતા અઠવાડિયાથી કડકડતી ઠંડીની શરૂઆત થશે.

