Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Water scarcity in Naswadi's Patuli Phalia

VIDEO: નસવાડીના પટુલી ફળિયામાં પાણી માટે હાહાકાર

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડી તાલુકાના નર્મદા કાંઠે આવેલા છોટી ઉંમર ગામના પટુલી ફળિયામાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે. અહીંના 200થી વધુ લોકો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નર્મદાનું પાણી કેનાલ મારફતે છેક સૌરાષ્ટ્ર પહોંચે છે, પરંતુ કાંઠે વસતા આ ગ્રામજનો તરસ્યા છે. ઘરે-ઘરે નળ અને સંપ હોવા છતાં એક ટીપું પાણી આવતું નથી. આકરા તાપમાં મહિલાઓને બે બેડાં પાણી માટે એકથી બે કિલોમીટર પગપાળા જવું પડે છે. પાણી વિના પશુઓની હાલત પણ કફોડી બનતા તેમને નર્મદા કિનારે છૂટા મૂકી દેવા મજબૂર થવું પડ્યું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના અધિકારીઓ ઘોર નિદ્રામાં છે.

App Store