Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : village of Gujarat there is no liquor, tobacco or cigarettes, the CM applauded

ગુજરાતના આ ગામમાં દારૂ તો શું તમાકું કે સિગારેટ પણ નથી મળતી, ગામને CMએ બિરદાવ્યું

Timeછેલ્લું અપડેટ : 09 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ગુજરાતના આ ગામમાં દારૂ તો શું તમાકું કે સિગારેટ પણ નથી મળતી, ગામને CMએ બિરદાવ્યું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું એક અનોખું ગામ ગણાય રહ્યું છે. ગામમાં નથી મળતી સિગારેટ, નથી મળતી બીડી, નથી મળતી તંબાકુ, નથી મળતો દારૂ. આ ગામના લોકો અંધશ્રધ્ધામાં નથી માનતા અને કુરિવાજો છોડી ખોટા ખર્ચા કરવાથી પણ મુક્ત થયા છે. આ ગામની નોંધ આસપાસના લોકો તો લઇ જ રહ્યા છે. સાથો સાથ આ ગામના લોકોને ખુદ ગુજરાતના મુખ્યમંત્રી પણ બિરદાવતો પત્ર લખ્યો છે.

App Store

આ પણ વાંચોઃનસવાડી પંથકની કેનાલો જુએ છે જળની વાટ! બન્યાને 15 વર્ષે પણ નથી દેખાયું પાણીનું ટીપુંય

સમજુ લોકોનો પ્રયાસ રંગ લાવ્યો

છોટાઉદેપુર જિલ્લો આમ તો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આ વિસ્તાર કેટલાય ગામોમાં આજે પણ દારૂની બદી ઘર કરી ગઈ છે. અંધશ્રધ્ધા અને વ્યસનની બદીને લઇ કેટલાયના પરિવારો ઉજડી ગયા પણ ગયા છે. ત્યારે કવાંટ તાલુકાનું ભેખાડીયા કે, જે ગામના લોકો પણ વર્ષો પહેલા આવી જ સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. ગામમાં કેટલાક સમજુ લોકો પણ રહેતા હતા. જે ગામની સ્થતિને લઇ પરેશાન હતા. શું કરવું તેની મથામણમાં હતા. એક દિવસ ગામના લોકોને ભેગા કર્યા અને ગામની પડતી મુશ્કેલીનું નિવારણ ખુદ તેમને જ લાવવુ પડશે. તેવું ગામની ગ્રામ સભામાં નક્કી કરવામાં આવ્યું. ગામના લોકો એક મત પર આવ્યા. ગામના લોકોના મન એક કરવા ગામના સમજુ લોકોનો પ્રયાસ રંગ લાવ્યો.

વર્ષો પહેલા તમામ બદ્દીઓ હતી

વર્ષો પહેલા ગામના લોકોમાં દારૂના વ્યસનને લઈને જે કમાણી કરી લાવતા હતા. તે દારૂ અને નશાકારક સેવનમાં ખર્ચ કરી નાખતા હતા. જેથી તેની અસર પરિવાર પર થતી હતી. ઘરમાં ઝઘડા થતા. સાથો સાથ શારીરિક તકલીફો ઊભી થતાં આર્થિક રીતે પણ મુશ્કેલી ઊભી થતી હતી. અંધશ્રદ્ધામાં માનતા લોકોને ધૂતારાઓ લૂંટી લેતા હતા. હવે આ તમામ બાબતોનો અંત ગામના લોકોના એક સંપથી આવી ગયો છે. ગામમાં હવે દારૂ તો શું બીડી કે સિગારેટ પણ નથી મળી રહી.

લોકો જાતે ઉકેલ લાવ્યા

વ્યસનથી મુક્તિ મેળવી લેતા હવે ગામ સમૃદ્ધ બન્યું છે. જેનું કારણ ગામના લોકોમાં બનેલ સંપ અને એકતાના કારણે આજે કોઈ પણ નિર્ણય લેવામા આવે છે. તેમાં ગામના તમામ લોકોનો સહયોગ હોય છે. જેથી કોઈ પણ સમસ્યાનું નિવારણ સરળતાથી લાવી દેવામાં આવે છે. ગામની સૌથી મોટી સમસ્યા હતી. પીવાના અને સિંચાઇના પાણીની તે સમસ્યા ના ઉકેલ માટે પણ ગામના લોકો ભેગા થઈ નિકાલ લાવી દીધો. 

શ્રમદાનથી ચેકડેમ બનાવ્યા

ગામના વડીલ રેન્દુભાઈ રાઠવાની ગામના લોકો વાત ટાળતા નથી. જ્યારે પાણીની સમસ્યા દૂર કરવા લોકોને ભેગા કરવામાં આવ્યા ત્યારે એકમતે ગામના લોકો પોતે સરકારના સહયોગ વગર  નિવારણ લાવી દેવામા આવશે. તેવું નક્કી કરવામાં આવ્યું. એક બે નહિ પણ 30 જેટલા ચેક ડેમ બનાવવા માટે ગામની મહિલા, વૃદ્ધો, યુવકોએ ભેગા મળી શ્રમદાન કરી બનાવી દેવામા આવ્યા. આ ચેકડેમ 100 વર્ષ ટકશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. 

મુખ્યમંત્રીએ લીધી નોંધ

ગામના લોકો તમામ રીતે આનંદિત છે.તમામ પરિવારમા ખુશી છે. ગામના લોકો તો એ પણ કહી રહ્યા છે. કે જે અમારા ગામને અમે ભારત નું પ્રથમ દિવ્ય ગામ બનાવ્યું તે રીતે અન્ય ગામો પણ દિવ્ય ગામ બને તેવા સંદેશા પણ આપી રહ્યા છે. તમામ રીતે આ ગામ સુખ સમૃદ્ધિમય બન્યું હોય તો કેમ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેની નોંધ ના લે ગામના લોકોને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્ર દ્વારા સંદેશો અપાતા ગામના લોકોમાં ખુશીનો પાર નથી.  આ બધું ત્યારે સાકાર થયું જ્યારે ગામમાં એકતા બની. સંપ ત્યાં જંપ એ ઉકિતને ગામના લોકોએ સાકાર કરી છે.