VIDEO: છોટા ઉદેપુરના ગુનાટા ગામમાં વીજ કરંટ લાગવાથી મહિલાનું મોત
સોર્સ : gstv
ગુજરાતના છોટા ઉદેપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશની સરહદે આવેલા ગુનાટા ગામમાં વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયું છે. જમકુબેન ગોહાઇભાઈ રાઠવા નામની મહિલા પોતાના ખેતરમાંથી ઘાસ લઈને ઘરે પરત ફરતી હતી. ત્યારે એમજીવીસીએલનો એક વાયર તેમને અડી જતાં તેમને જોરદાર કરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું. ગામલોકો અને પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. એમજીવીસીએલની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

