VIDEO/ વિકાસ ક્યાં છે? નસવાડીમાં આજે પણ દર્દીઓને ઝોળીમાં ઊંચકીને લઈ જવાની નોબત
સોર્સ : GSTV
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના છેવાડે આવેલા પીપલવાણી ગામના પાંચ ફળિયા આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકા રસ્તાથી વંચિત છે. રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, જેથી બીમાર દર્દીઓને ઝોળીમાં ઊંચકીને લઈ જવા પડે છે. શાળા અને મતદાન મથક 2 કિલોમીટર દૂર હોવાથી બાળકો અને વૃદ્ધોને કાચા રસ્તે ચાલીને જવાની ફરજ પડે છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 25 વર્ષથી કોઈ પણ રાજકીય નેતા અહીં ફરક્યા નથી. છતાં, રસ્તા બનવાની આશામાં લોકો 2 કિલોમીટર ચાલીને પણ અચૂક મતદાન કરે છે. આજે ત્રસ્ત ગ્રામજનોએ ઢોલ વગાડીને પાકા રસ્તાની માંગ કરી છે.

