Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video/ new health center worth ₹5 crore is ready in Chhota Udaipur,

Video/ Chhota Udaipurમાં ₹5 કરોડનું નવું આરોગ્ય કેન્દ્ર તૈયાર, છતાં દર્દીઓ જર્જરિત હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિકાસની વાતો વચ્ચે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરીયાદથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ₹5 કરોડથી વધુના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રનું આલીશાન બિલ્ડિંગ બનીને તૈયાર છે, પરંતુ ત્રણ મહિનાથી તેને તાળા મારેલા છે. કારણ માત્ર એટલું જ કે હજુ સુધી કોઈ મંત્રી કે નેતાને તેનું ઉદ્ઘાટન કરવાનો સમય મળ્યો નથી.

App Store

નવું બિલ્ડિંગ તૈયાર, જૂનામાં ગંદકી અને હાડમારી

વડોદરાના PIU વિભાગ દ્વારા આ બે માળનું વિશાળ બિલ્ડિંગ ત્રણ મહિના પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ, હાલનું સામુહિક આરોગ્ય કેન્દ્ર એક જર્જરિત અને અત્યંત નાની બિલ્ડિંગમાં ચાલી રહ્યું છે. અહીં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે:

  • ડોક્ટરોને બેસવા માટે પૂરતી જગ્યા નથી.
  • બિલ્ડિંગની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે.
  • પ્રસૂતિ માટે આવતી મહિલાઓને પૂરતા બેડ મળતા નથી.
  • ચારેતરફ ગંદકીનું સામ્રાજ્ય છે, જે દર્દીઓને વધુ બીમાર કરી શકે છે.

નેતાઓના 'ફોટો સેશન' નો મોહ પ્રજા પર ભારે

ગઢબોરીયાદના સ્થાનિકો અને દર્દીઓનો આક્ષેપ છે કે અધિકારીઓ અને નેતાઓ માત્ર ફોટો સેશન અને ઉદ્ઘાટનની વિધિ માટે આ બિલ્ડિંગને ખુલ્લું મૂકતા નથી. જો આ નવું બિલ્ડિંગ વહેલી તકે શરૂ કરવામાં આવે તો સેંકડો દર્દીઓને આધુનિક સુવિધાઓ મળી શકે તેમ છે. પરંતુ હાલ તો કરોડોનું આંધણ કર્યા પછી પણ પ્રજાને સુવિધાના નામે માત્ર હાડમારી જ મળી રહી છે.

શું કહે છે જવાબદારો?

ગઢબોરીયાદના ડોક્ટર ફાલ્ગુનીબેન રાઠવા અને સારવાર માટે આવેલા દર્દી યોગેશભાઈ ભીલે પણ આ સમસ્યા અંગે ભારે રોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે અપૂરતી સુવિધાઓને કારણે દર્દીઓની સારવારમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. તંત્રએ હવે જાગવાની જરૂર છે અને નેતાઓની રાહ જોયા વગર આ જનહિતનું કામ ત્વરિત શરૂ કરવું જોઈએ.