VIDEO:પરંપરાગત રીતે રાજવી પરિવારના કમ્પાઉન્ડમાં વિસામા બાદ નર્મદામાં તાજિયા વિસર્જન
સોર્સ : gstv
નસવાડીમાં મોહરમના પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થઈ હતી. સરકાર ફળિયા, સ્ટેશન વિસ્તાર અને મેમણ કોલોનીમાંથી ઈમામ હુસૈનની યાદમાં આકર્ષક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા. પરંપરા મુજબ, આ તમામ તાજિયાઓને વિસામા માટે નસવાડીના રાજવી પરિવારના કમ્પાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે નર્મદા નદીમાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોમી એકતા અને શાંતિનું વાતાવરણ જોવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ ગમગીન અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં મોહરમના પર્વની ઉજવણી કરી હતી.

