VIDEO: નસવાડીની શાળામાં વિદ્યાર્થીઓ કરતાં શિક્ષકો વધુ
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પાયાકોઈ ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. પાયાકોઈ પ્રાથમિક શાળાના ઓરડા તોડી નાખવામાં આવતા બાળકોને બે કિલોમીટર દૂર ટેકરા ફળિયાની શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવે છે. પાયાકોઈ શાળામાં ધોરણ 1થી 5માં માત્ર 7 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જ્યારે બે શિક્ષકો ફરજ બજાવે છે. બીજી તરફ ટેકરા ફળિયાની શાળામાં માત્ર 3 બાળકો વચ્ચે એક શિક્ષક છે. બે અલગ અલગ શાળાના 10 બાળકો સામે 3 શિક્ષકો એક જ વર્ગખંડમાં જોવા મળે છે. એક જ વર્ગમાં વિદ્યાર્થીઓ કરતાં શિક્ષકોની સંખ્યા વધુ હોવાની આ સ્થિતિથી શિક્ષણ વિભાગની આયોજન વ્યવસ્થા અને વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

