VIDEO: નસવાડીની નર્મદા કેનાલ આસપાસ મગરના આંટાફેરાથી લોકોમાં ભય
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ આસપાસના વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો જોવા મળતા હોય છે. તાજેતરમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નર્મદા મેઈન કેનાલમાંથી એક વિશાળકાય મગર બહાર નીકળીને મુખ્ય રોડ પર આવી ચડ્યો હતો અને રસ્તા પર આરામથી લટાર મારી રહ્યો હતો. નસવાડી પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમિયાન મગર રસ્તાની વચ્ચોવચ ઊભો હતો. ભરચક રોડ પર મગર હોવાને કારણે વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થઈ શકે તેમ છે..કેનાલમાંથી મગર બહાર આવવાની આ ઘટનાથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

