Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : shortage of clean water in four wards

Chhota Udaipurમાં નલ સે જલ' યોજનાનો ફિયાસ્કો, ચાર ફળિયામાં શુદ્ધ પાણીની અછત

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામના ચાર ફળિયા ને ફિલ્ટર વાળું પાણી જ મળતું નથી. પાણીપુરવઠા વિભાગ દ્વારા નલ સે જલ યોજનામાં નળ ગામમાં લગાવવામાં આવેલા છે પરંતુ તેમાં પાણી જ નથી આવતું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે.ગામના ચાર ફળિયાના લોકો આજે પણ ફિલ્ટર વાળા શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. ઉપરાંત શુઓને પાણી પીવડાવવા માટે હેન્ડપંપ હલાવી હલાવી ને પાણી પીવડાવવું પડે છે

App Store

અમલવાંટ ગામમાં સરકાર દ્વારા પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા છે, જેમાં પાણી પણ આવે છે. ગામના બીજા બે ફળિયામાં પાણી પહોંચે છે, પરંતુ ઉપલું ફળિયું, નહેર ફળિયું, સાંગોરીયા ફળિયું અને પટેલ ફળિયું - આ ચાર ફળિયાના લોકોને હજુ પાણી નથી મળતું. અહીં પાઇપલાઇનો તો નાખવામાં આવી છે, પરંતુ તે અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી પાણી લોકોના ઘર સુધી પહોંચી શકતું નથી.

પાણી પુરવઠા વિભાગ પાઈપલાઈને રિપેર કરાવે તો લોકોના ઘરે ઘરે ફિલ્ટર વાળું શુદ્ધ પાણી પહોંચે તેમ છે, પરંતુ પાણીપુરવઠા વિભાગના અધિકારીના વાંકે આજે ચાર ફળિયાના લોકો પાણીની મુશ્કેલી વેઠી રહ્યાં છે. 

ગામમાં ગ્રામ પંચાયત હસ્તકના વોટરવર્ક્સના જે બોર આવેલા છે, તેની સ્થિતિ પણ દયનીય છે. ઉનાળો આવતાની સાથે જ સુકાઈ જાય છે, ત્યારે આ ચાર ફળિયાના લોકોને ભારે મુશ્કેલી પડે છે.