Chhota Udaipur: અલીખેરવા વિસ્તારના એક મકાનમાં લાગી ભીષણ આગ, પરિવારના સભ્યોનો આબાદ બચાવ

સોર્સ : gstv
બોડેલી તાલુકાના અલીખેરવા વિસ્તારમાં આવેલી નર્મદા વસાહતમાં મોડી રાત્રે એક મકાનમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. જે સમયે આગ લાગી, તે સમયે પરિવારના ત્રણ સભ્યો મકાનની અંદર સૂઈ રહ્યા હતા. જોકે, સમયસૂચકતા વાપરીને ત્રણેય સભ્યો ઘરની બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બોડેલી પોલીસની ટીમ અને ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મકાનમાં આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભીષણ આગના બનાવના પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

