VIDEO: છોટાઉદેપુરમાં AAPના ત્રણ સદસ્યોનું અપહરણ થયાનો ગંભીર આરોપ, જાણો પોલીસે શું કહ્યું?
સોર્સ : gstv
છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખની વરણી વખતે આમ આદમી પાર્ટીના ત્રણ સદસ્યોનું અપહરણ થયાનો ગંભીર આરોપ લાગ્યો છે. રમેશ રાઠવા, દેવલા રાઠવા અને બાવા નાયકાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાંથી 30થી 40 લોકોએ તેમનું કારમાં અપહરણ કર્યું હતું.
આંખે પાટા બાંધીને ફેરવ્યા બાદ રૂંવાડ પાસે છોડી મૂક્યા હોવાનો પણ આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે અમે વેચાવવા વાળા નથી અને વેચાયા પણ નથી. જ્યારે પોલીસના પી.આઈ. જે.ડી. વસાવાએ કહ્યું કે ત્રણેય સદસ્યો જાતે ભાગી ગયા હતા. આ વિરોધાભાસી નિવેદનોથી વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.

