VIDEO: નસવાડીમાં કોઝવેનો ભાગ ધોવાતા અકસ્માતનું જોખમ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વઘાસ ગામ પાસે આવેલા લો લેવલ કોઝવેનો એક ભાગ ધોવાઈ જતાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. કોઝવેનો ભાગ ધોવાઈ જવાથી વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે હજુ સુધી નક્કર કામગીરી કરવામાં આવી નથી. સરકાર દ્વારા યુદ્ધના ધોરણે ખાડા પૂરવાની સૂચના આપવામાં આવી હોવા છતાં કામગીરીમાં વિલંબ થતાં રોષ જોવા મળી રહ્યો છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર તાત્કાલિક ધોરણે કોઝવેની કામગીરી પૂર્ણ કરે તેવી માંગ ઉઠી છે.
ભુવો પડતાં આસપાસના 15 જેટલા ગામોના વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રાત્રિના સમયે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સંબંધિત અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને નક્કર કામગીરી કરી નથી.

