VIDEO: નસવાડીમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ગણેશ મહોત્સવને લઈને રામસેના ગ્રુપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રામસેના ગ્રુપના સભ્યોની ઉપસ્થિતિમાં વિધિવત્ ભૂમિપૂજન કરી ગણેશજીના મંડપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંડપ સહિત મહોત્સવની અન્ય તૈયારીઓનો પ્રારંભ થયો છે. નસવાડીમાં રામસેના ગ્રુપ દ્વારા દર વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

