VIDEO: બોડેલી પંથકમાં ફરી ધોધમાર વરસાદ
સોર્સ : gstv
છોટાઉદેપુરના બોડેલી પંથકમાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ઘમાકેદાર વરસાદ ખાબક્યો ચોમાસાની વિદાયની વાતો વચ્ચે પડેલા વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંથકમાં વરસેલા વરસાદથી ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા છે.

