VIDEO: બોડેલીના લવેડ ગામની પ્રાથમિક શાળામાં માત્ર ૫ બાળકો સામે ૨ શિક્ષકો તૈનાત
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની લવેડ પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. આ શાળામાં માત્ર ૫ બાળકો અભ્યાસ કરે છે, જેમના માટે ૨ શિક્ષકો ફાળવવામાં આવ્યા છે. જેમાં એક શિક્ષક ૩ અને બીજા શિક્ષક માત્ર ૨ બાળકોને ભણાવે છે. એક તરફ સમગ્ર જિલ્લાની ૧,૨૪૯ શાળાઓમાં આશરે ૧,૦૦૦ જેટલા શિક્ષકોની ઘટ છે, ત્યારે બીજી તરફ કલેક્ટરના કડક પરિપત્ર છતાં આ પ્રકારનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીના વહીવટ સામે સવાલો ઊભા કરે છે. આ અંગે બોડેલીના ટીપીઈઓ પણ બેજવાબદાર નિવેદન આપી પલ્લું ઝાડી રહ્યા છે. કરોડોના ખર્ચ છતાં અંતરિયાળ વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે થતા આ ખિલવાડ સામે લોકોમાં રોષ છે.

