Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Potholes on Naswadi road, fear of accidents

VIDEO: Chhotaudepurના નસવાડીના રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય, અકસ્માતો સર્જાવાની ભીતિ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુરના નસવાડીમાં તાલુકાના 210 ગામોના લોકો કામ અર્થે આવે છે. તેઓ ખાડાના સામ્રાજ્યથી હેરાન પરેશાન થાય છે. નસવાડી ટાઉનમાં પ્રવેશવાના માર્ગ ઉપર તેમજ નસવાડી આઇટીઆઈ પાસે તેમજ નસવાડી દેવલિયા રોડ ઉપર અને નસવાડીથી કવાંટ સુધી સ્ટેટ આર એન્ડ બી વિભાગનો રસ્તો આવેલો છે. આ રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગ એ ત્રણ ત્રણ વખત ખાડા પુરાવ્યા હતાં. પરંતુ હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા વરસાદ પડતાની સાથે જ જે ખાડા પૂરેલા હતા. તે ધોવાઈ ગયા છે. નસવાડીથી કવાંટ રોડ ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર રસ્તામાં ખાડા પડી ગયા છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગની નિષ્કાળજીના કારણે ખાડાઓના કારણે અનેક વાર અકસ્માતો થાય પણ થયા છે. સરકારે કડક સૂચના ખાડા પુરવા માટે આપી હોવા છતાંય તંત્રના અધિકારીઓ સરકારની સૂચનાનું પાલન પણ કરતા નથી.

App Store
ટોપિક્સ:chhotaudepurnaswadiroad