Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Leakage from a pond in Amalwant village

VIDEO: Chhotaudepurના અમલવાંટ ગામે તળાવમાંથી લીકેજ, 60 લાખનો ખર્ચ ગયો પાણીમાં !

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અમલવાંટ ગામે સિંચાઈ વિભાગની માલિકીનું તળાવ આવેલું છે. આ તળાવમાંથી 3 ગામોને સિંચાઈનું પાણી મળે તે માટે કેનાલો બનાવવામાં આવેલી છે. રજવાડી શાસન વખતનું તળાવ છે. સિંચાઈ વિભાગના અધિકારીઓના વાંકે ચોમાસાના વરસાદમાં તળાવ ભરાઈ તે માટે સિંચાઈ વિભાગે 60 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. જે કામગીરી કરવામાં આવી છે. જેમાં કાળજીના રાખતા તળાવના પાણી રોકવા માટે ગેટ રીપેરીંગ કરવામાં આવ્યો હતો. તેમાં લીકેજ રહી જતા તળાવમાં પાણી રોકાતું નથી. પાણી લીકેજ થઇ જાય છે. 

App Store

ભ્રષ્ટાચાર દૂર કરોના સૂત્રોચ્ચારો

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી. તળાવનું પાણી શિયાળાની ખેતી માટે ઉપયોગી બને તેમ છે. પરંતુ, અધિકારીઓ કાળજી લેતા નથી અને પાણી વહી જાય છે. તળાવ રીપેરીંગની કામગીરી ચાલતી હતી. તે વખતે તંત્રના અધિકારીઓને ગ્રામજનોએ સારી કામગીરી કરવા માટે રજૂઆત કરવા છતાંય તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા તળાવના કિનારે ભેગા થઈને ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા. ભ્રષ્ટાચાર દૂર કરોના સૂત્રોચ્ચારો કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. 

ઈજનેરે મો સીવ્યું

તળાવ ઉપર સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેર વિઝીટ માટે આવ્યા હતા. ત્યારે તેઓને પૂછતાં તેઓએ મૌન સીવી લીધું હતું. તળાવમાં કેટલો ખર્ચ કર્યો તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જયારે સ્થાનિક લોકો માં અધિકારીઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ ના આઠ જેટલા તળાવો માં 10 કરોડ થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ ખેડૂતો ને બે વર્ષ થી હજુ સુધી તમામ તળાવો માંથી પાણી સિંચાઈ માટે મળતું નથી આની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર માં ખેડૂતો ને સધ્ધર બનાવવા માટે સિંચાઈ વિભાગ ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ છેલ્લા બે વર્ષ માં ફાળવી છે પરંતુ તે ગ્રાન્ટ ક્યાં વાપરી પ્રજાને શું લાભ થયો તેના હિસાબો સરકાર લે તો જેટલા પૈસા વાપરવામાં આવ્યા છે. તેની સામે એક પણ રૂપિયાની ફાયદો ખેડૂતોને  થયો નથી. 

ટોપિક્સ:chhotaudepurkvantlake