VIDEO: Chhotaudepurમાં દિવસેને દિવસે કથળતું શિક્ષણનું સ્તર, સ્કૂલમાં શિક્ષકો અને સ્કૂલના ઓરડાનો અભાવ
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલીક શાળા પતરા વાળી અને જર્જરીત છે. આવી જ શાળાઓમાં બાળકોને ભણાવનારા શિક્ષકોની પણ અછત હોય બાળકો અભ્યાસ કરે તો કેવી રીતે કરે કેટલાક આવી શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને મોકલતા પણ નથી. જેને લઈ બાળકોના અભ્યાસ પર સીધી અસર જોવાઈ રહી છે.
અનિચ્છનિય બનાવ ન બને તે માટે કાર્ય
છોટાઉદેપુર જિલ્લો મધ્ય પ્રદેશને અડીને આવેલો જિલ્લો છે. અને આવા જ છે. છેવાડાના વિસ્તારોમાં આવેલ એક ગામ બાલાવાંટ ગામની એક શાળાની મુલાકાત લીધી હતી. જ્યાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતાં. બાળકો જર્જરીત બે ઓરડાના ઓટલા પર બેસી મધ્યાહન ભોજન લઈ રહ્યા હતા. જેની છત પરથી પાણી પડી રહ્યું હતું. સ્કૂલ જર્જરીત હોય બાળકો lને અભ્યાસ માટે બેસાડવામાં આવતા નથી. જે મકાન છે, તે વર્ષો જુનું મકાન હોય કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મધ્યાહન બીજાં માટે જે સેડ બનાવવામાં આવ્યો છે. ત્યાં બેસાડવામાં આવી રહ્યા છે.
કેટલાય વિસ્તારમાં અભ્યાસની સ્થિતિ દયનિય
મધ્યાહન ભોજન માટે બનાવવામાં આવેલ જે સેડ છે. તેની આજુ બાજુ દીવાલ નથી ફક્ત એક દીવાલ છે. તેના ઉપર બ્લેક બોર્ડ લગાવવામાં આવ્યું છે. પરંતુ 98 બાળકો કે જે 1 થી 5 ધોરણના બાળકો અભ્યાસ કરે છે. તે તમામને એક સાથે બેસાડવામાં આવ્યા છે. શિક્ષક માટે કોઈ ટેબલ પણ નથી. બાળકોને વાચો વચ બેસીને અભ્યાસ કરવી રહ્યા છે. પણ સવાલ એ ઉભો થયા છે કે શું આ બાળકો અભ્યાસ કરે છે. તે યોગ્ય છે, ખરો કેટલાક વાલીઓનું કહેવું છે, ભલે સરકાર આદિવાસી બાળકોને સારૂ શિક્ષણ આપી રહ્યા હોવાના દવા કરે કે પરંતુ અમારા કેટલાય વિસ્તારોમાં બાળકોના અભ્યાસ માટે સ્થિતિ દયનીય છે.

