VIDEO: ચેમ્બરની ચાવી ન મળતા વિપક્ષે સત્તાધારી ભાજપ સામે કર્યો આક્રમક વિરોધ.
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચેમ્બરની ચાવી ન મળવાના મુદ્દે મોટો હોબાળો મચ્યો હતો. ‘આપ’ સમર્થિત વિપક્ષના નેતા રાજેશભાઈ લગામીએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા દસ દિવસથી ફાળવાયેલી ચેમ્બરની ચાવી ન અપાતા તેઓ કામગીરી કરી શકતા નથી. ૩૨ બેઠકોમાંથી ભાજપ પાસે ૧૯ અને આપ પાસે ૧૩ સભ્યો છે. નિયમ મુજબ ચેમ્બરનો કબજો સોંપવાની માંગ છતાં પ્રમુખ દ્વારા ગોળગોળ જવાબો અપાયા હોવાનો આરોપ મૂકાયો છે. જો વહેલી તકે ચાવી નહીં સોંપાય તો જિલ્લા પંચાયતનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે, જેના કારણે આગામી દિવસોમાં ભાજપ અને આપ વચ્ચે રાજકીય ઘર્ષણ વધુ તેજ બનવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

