VIDEO: બોડેલીના મુખ્ય હાઇવે પર સેફ્ટી વગર મોટા પથ્થરો ભરેલા વાહનો બેફામ
સોર્સ : gstv
બોડેલીના ડભોઇ રોડ મુખ્ય હાઇવે પર રાત્રિના સમયે મોટા પથ્થરો ભરીને બેફામ દોડતા ભારેખમ વાહનોના દૃશ્યો સામે આવ્યા છે. પથ્થરોને સુરક્ષિત રીતે બાંધ્યા વગર થતા આ પરિવહનથી અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. અચાનક બ્રેક મારવા કે ઝટકો લાગવાથી અકસ્માત સર્જાવાની સંભાવના રહેલી છે. આ ગંભીર બાબતે પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

