Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : High Voltage Damage to 40 Homes in Vanta Village, Bodeli

VIDEO: બોડેલીના વાંટડા ગામે હાઈ વોલ્ટેજથી 40 ઘરોમાં નુકસાન

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોડેલી તાલુકાના વાંટડા ગામે 25 ઓગસ્ટની રાત્રે અચાનક હાઈ વોલ્ટેજ આવતા 35થી 40 જેટલા ઘરોના પંખા, ટીવી, ફ્રિજ અને અન્ય વીજ ઉપકરણો બળી ગયા હોવાના આક્ષેપો થયા છે. રાત્રે આશરે 11 વાગ્યે બનેલી ઘટનામાં ઘરોના પંખા પૂરપાટ ફરવા લાગ્યા અને લાઈટો વારંવાર ચાલુ-બંધ થતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ વીજ ઉપકરણો બળી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. વીજ વિભાગને વારંવાર જાણ કરવા છતાં સમયસર કામગીરી ન કરાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. હવે ગ્રામજનોએ નુકસાનનું સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

App Store