Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Lack of basic facilities in Naswadi taluka, villagers threaten to boycott elections

VIDEO: નસવાડી તાલુકામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચિમકી

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નસવાડી તાલુકાની સાંકળ તણખલા જૂથ ગ્રામ પંચાયતના સાંકળ નવી વસાહત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રોશિત 200 જેટલા ગ્રામજનોએ 'રોડ નહીં તો વોટ નહીં'ના નારા સાથે આગામી મતદાનનો બહિષ્કાર કર્યો છે. અંદાજે 50 શ્રમજીવી પરિવારો અને 250ની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં પીવાના પાણી અને આંગણવાડી જેવી પાયાની જરૂરિયાતોની ભારે અછત છે, વળી બિલ્ડરે કોમન પ્લોટ વેચી મારતા ગામમાં જવા માટેનો ટૂંકો રસ્તો બંધ થઈ ગયો છે, જેને કારણે બાળકો અને વૃદ્ધોએ બે કિમીનો લાંબો ફેરો ખાવા મજબૂર બનવું પડે છે.

App Store

આ અંગે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગ્રામજનોએ રોષે ભરાઈને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવાનો અને બેનરો પ્રદર્શિત કરી વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.