VIDEO: બિનમંજૂરી પ્રવાસે 70થી વધુ વિદ્યાર્થીઓ કેવીરીતે ગયા?
સોર્સ : gstv
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગઢબોરીયાદની માધ્યમિક શાળાના ધોરણ 9થી 12ના 70થી વધુ વિદ્યાર્થીઓ શાળાની જાણ અને મંજૂરી વિના દેવહાત્રા ધોધ ખાતે પ્રવાસે જતા મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં શાળાના આચાર્ય અને ટ્રસ્ટીઓએ વાલીઓ તથા બસ સંચાલકને બોલાવી પૂછપરછ કરી હતી અને તમામ પાસેથી જવાબો લઈ માફીપત્ર લખાવવામાં આવ્યા હતા. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ, શાળાનું રજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટેશન હોવા છતાં પ્રવાસ માટે અન્ય બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી એ.એમ. પરમારે તપાસના આદેશ આપ્યા છે અને શાળાની બેદરકારી સહિત તમામ પાસાઓની તપાસ બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે.

