VIDEO: કવાંટમાં 120 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામે જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અદ્યતન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે 120 બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભાવિના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાવર્કર બહેનોને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડો. મુકેશભાઈ રાઠવા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ આસપાસના ગામોના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

