Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Farmers of 10 villages protest over irrigation water in Naswadi

VIDEO: નસવાડીમાં સિંચાઈના પાણી મુદ્દે 10 ગામોના ખેડૂતોનો રોષ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બરોલી સહિત આસપાસના 10 ગામોના ખેડૂતોને નર્મદા માઇનોર કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળતાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ કેનાલમાં બેસીને ‘પાણી આપો, પાણી આપો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈનું પાણી છોડાવવા માટે સંખેડા વિધાનસભાના ધારાસભ્યો નર્મદા નિગમના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા નથી. બીજી તરફ અધિકારીઓ દ્વારા કેનાલમાં સફાઈની કામગીરી ચાલી રહી હોવાથી પાણી છોડવામાં આવ્યું નથી તેમ ખેડૂતોને જણાવાયું છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે, નહીં તો ચાર દિવસ બાદ કેનાલનો ગેટ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

App Store