VIDEO: ૨ મહિના વીત્યા છતાં ૧૫૦૦ વિદ્યાર્થિનીઓ યુનિફોર્મ અને શૂઝથી વંચિત
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના પાંચ તાલુકામાં આવેલી ૭ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, ૧૫૦૦ જેટલી આદિવાસી વિદ્યાર્થિનીઓને હજુ સુધી સરકારી યોજના હેઠળ મળતા સ્કૂલ ડ્રેસ, શૂઝ કે અન્ય જરૂરી સામગ્રી આપવામાં આવી નથી. જિલ્લા શિક્ષણ અધિકારીની નીતિ-રીતિ સામે એક શિક્ષકે જ મોરચો માંડતા ગેરરીતિઓ છતી થઈ છે. નિયમ મુજબ એડમિશન સમયે જ તમામ સુવિધાઓ પૂરી પાડવાની હોય છે, પરંતુ ખરીદી પ્રક્રિયા બાકી રાખતા માસુમ વિદ્યાર્થિનીઓ વંચિત રહી છે. શિક્ષણ અધિકારી સામે તપાસ કરી તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે

