VIDEO: ૨૪ વર્ષથી વીજ બિલ બાકી: છોટાઉદેપુરની પ્રાથમિક શાળાનું કનેક્શન કપાતા બાળકો ગરમીમાં ભણવા મજબૂર બન્યા
સોર્સ : gstv
છોટા-ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કૃષ્ણપુરા વસાહતની પ્રાથમિક શાળાનું વીજ કનેક્શન છેલ્લા ૨૪ વર્ષથી બિલ બાકી હોવાને કારણે કપાઈ ગયું છે. આ ગંભીર બેદરકારીના લીધે છેલ્લા ૧૫ દિવસથી ધોરણ ૧ થી ૫ ના અંદાજે ૩૦ જેટલા નાના ભૂલકાઓ ભારે ગરમી વચ્ચે શાળાના ઓટલા પર બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે….આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપનીનું કહેવું છે કે કનેક્શન નર્મદા નિગમના નામે છે અને બાકી રકમ ન ભરાતા આ કાર્યવાહી કરાઈ છે. બીજી તરફ, વાલીઓ અને ગ્રામજનોમાં બાળકોની હાલત સામે રોષ જોવા મળી છે.....

