Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : 4 accused apprehended after fleeing for 22 years

VIDEO: ૨૨ વર્ષથી નાસતા ફરતા 4 આરોપીઓ પકડાયા

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વર્ષ ૨૦૦૪થી કાયદાની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા ચાર આરોપીઓને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. ૨૦૦૪માં ધારીના દલખાણીયા રેન્જમાં વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વન વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના ચારેય આરોપીઓ ટ્રાયલથી બચવા માટે સતત સ્થળ બદલીને પોલીસને છૂળ આપી રહ્યા હતા. મૂળ બગસરાના અને દલખાણીયામાં રહેતા આ આરોપીઓ રાજકોટ, અમદાવાદ અને નર્મદા થઈને છોટાઉદેપુર પહોંચ્યા હતા. એક જ પરિવારના આ ચારેય આરોપીઓ છોટાઉદેપુરના સંખેડા અને વાસના ગામે આશ્રમ બનાવી પોતાની સાચી ઓળખ છુપાવીને રહેતા હતા. હાઈકોર્ટે જૂના અને ટાર્ગેટેડ ક્રિમિનલ કેસોનો ઝડપી નિકાલ કરવા આપેલી સૂચના બાદ પોલીસે ખાસ ઝુંબેશ ચલાવી હતી.  જે અંતર્ગત આ ચારેય ભાગોડુ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store