VIDEO: નસવાડીના સેવા સેતુમાં સંખેડા ધારાસભ્ય દ્વારા મહિલા કાર્યકરને તું-તાથી બોલાવતાં ચર્ચા
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર ખાતે ૪૦ ગામો માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વિવાદ સર્જાયો છે. કાર્યક્રમ દરમિયાન સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી સરકારની વિવિધ સિદ્ધિઓ અને યોજનાઓ વર્ણવી રહ્યા હતા. તે સમયે ઉત્સાહમાં આવીને ધારાસભ્યએ બેઠક વ્યવસ્થામાં આગળ બેઠેલા રાયપુરના જૂના ભાજપ મહિલા કાર્યકર સવિતાબેનને સ્ટેજ પરથી “સવિતા બોલો, કેમ બોલતી નથી સરકારની સિદ્ધિઓ કેમ જણાવતા નથી ” કહીને તું-કારકકારે સંબોધ્યા હતા. ધારાસભ્ય દ્વારા મહિલા કાર્યકર પ્રત્યે આ પ્રકારના સંબોધનથી ઉપસ્થિત કાર્યકરોમાં સોપો પડી ગયો હતો. એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, ત્યારે ધારાસભ્યના આ વર્તન અને મહિલા કાર્યકરના માન-સન્માનને લઈને કાર્યકરોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.

