VIDEO: છોટાઉદેપુર હોસ્ટેલ વિવાદમાં કલેક્ટરની ગંભીર નોંધ
સોર્સ : gstv
છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓ માટેની કોલેજ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલની જર્જરિત હાલત અને સુવિધાઓના અભાવનો મુદ્દો સામે આવ્યો છે. આ મામલે પ્રોફેસર અર્જુનભાઈ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટર તથા પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. હોસ્ટેલની જર્જરિત ઇમારત, ગંદકી અને સુવિધાઓના અભાવ અંગે રજૂઆત કરી વિદ્યાર્થિનીઓની સુરક્ષા, સ્વચ્છતા અને આરોગ્ય માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ હતી. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે ગંભીર નોંધ લેતા હોસ્ટેલ અંગે સઘન તપાસ કરાવવાની ખાતરી આપી છે.

