Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Code of conduct violated in Chhota Udepur, flags of political parties still flying in the air in rural areas

VIDEO: છોટાઉદેપુરમાં આચારસંહિતાનું ઉલ્લંઘન, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ હવામાં લહેરાઈ રહ્યા છે રાજકીય પક્ષોના ઝંડા

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આચારસંહિતાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કંકુવાસણ ગામ પાસે ભાજપ અને કોંગ્રેસના બેનરો, તોરણો અને ઝંડા હજુ પણ લટકી રહ્યા છે. નિયમ મુજબ પ્રચાર બંધ થતાની સાથે જ વહીવટી તંત્રએ આ સામગ્રી હટાવવાની હોય છે, પરંતુ અધિકારીઓની ઉદાસીનતાને કારણે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ પ્રચાર ચાલુ હોય તેવી સ્થિતિ છે. નિષ્પક્ષ ચૂંટણીના દાવા વચ્ચે તંત્રની આ કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.  

App Store