VIDEO: છોટાઉદેપુર: ઝરી ગામમાં ૭૦ વર્ષ જૂના જર્જરિત ઓરડામાં જીવના જોખમે ભણી રહ્યા છે ૧૨૫ બાળકો
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઝરી ગામની પ્રાથમિક શાળાના ૧૨૫ બાળકો અત્યંત જર્જરિત અને ૭૦ વર્ષ જૂના ઓરડાઓમાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ચોમાસામાં છતમાંથી પાણી ટપકવાને કારણે બાળકોને બેસવામાં ભારે મુશ્કેલી પડે છે. વળી, શાળાના અન્ય ઓરડા અને મધ્યાહન ભોજનનું રસોડું ગામથી એક કિલોમીટર દૂર આવેલા હોવાથી બાળકોને ભોજન અને અભ્યાસ માટે વારંવાર આવનજાવન કરવી પડે છે, જેનાથી તેમનો અભ્યાસ સમય બગડે છે. ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક સરકારી જમીન ફાળવીને નવી અને સુરક્ષિત શાળાના ઓરડા બનાવવા માટે ઉગ્ર માંગણી કરી છે.

