VIDEO: છોટાઉદેપુર: હોટલ માટે સરકારી ગ્રાન્ટથી શૌચાલય બનાવાતાં વિવાદ
સોર્સ : gstv
છોટાઉદેપુરના સંખેડા તાલુકાના ગોલા ગામડી પાસે માનવ વસ્તી ન હોવા છતાં, એક ખાનગી હોટલના કમ્પાઉન્ડને અડીને 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત રૂ.2 લાખની ગ્રાન્ટથી સામુહિક શૌચાલય બનાવી દેવાતાં વિવાદ સર્જાયો છે. હોટલ માલિકને ફાયદો કરાવવા સરકારી નાણાંનો દુરુપયોગ થયાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ થતાં તાલુકા વિકાસ અધિકારી જિગર પ્રજાપતિએ સ્થળ તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ લોકોના વપરાશનો દાવો કર્યો છે, પરંતુ સ્થાનિકોના મતે આ શૌચાલયથી માત્ર હોટલના ગ્રાહકોને જ લાભ થઈ રહ્યો હોવાથી અધિકારીઓની સંડોવણી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

